17-November-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વડોદરામાં વિદ્યા બાલનના પીએમ મોદીના નામે પ્રસિદ્ધિ ખાટવાની મુરાદનો ફિયાસ્કો
સવાલોના મારાથી હબકી ગયેલી વિદ્યા પ્રેસ કોન્ફરન્સ અડધેથી જ છોડી ચાલી નીકળી: ચાવાળાએ પણ ભાવ ના આપ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

વડોદરા : આગામી જુલાઇના પ્રથમ સપ્તાહમાં રજૂ થનારી ફિલ્મ બોબી જાસૂસના પ્રમોશન માટે વડોદરા આવેલી હિરોઇન વિદ્યા બાલન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગેટઅપ કરવાની હોવાની વાત લીક થતા ભારતીય જનતા પાર્ટીમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. વડા પ્રધાન મોદીની ગરિમાનું કથિત અપમાન થવાનું હોવાના બાબતે ભારે હોબાળો મચ્યો હતો અને ચારેકોર વિદ્યા સામે વિરોધનો વંટોળ ફૂંકાયો હતો. અંતે વિદ્યાએ મોદીનો ગેટઅપ ધારણ કરવાનું આયોજન છેલ્લી ઘડીએ પડતું મૂક્યું હતું, આ સાથે તેની પબ્લિસિટીની મુરાદનો ફિયાસ્કો થઇ ગયો હતો.

મોદીનો વેશ ધારણ કરી તેમના નામે ફિલ્મની પ્રસિદ્ધિ કરવાના વિદ્યાના આયોજનની આકરી ટીકા થઇ હતી. પત્રકારોના વેધક સવાલોના મારાથી હતપ્રભ બનેલી વિદ્યા પ્રેસ કોન્ફરન્સ અધવચ્ચે જ છોડીને ચાલી નીકળી હતી. વિદ્યાને અપમાનનો બીજો કડવો ઘૂંટ એ પીવો પડ્યો હતો કે, મોદીના સમર્થક એવા ખંડેરાવ માર્કેટ સ્થિતિ ચાની કીટલીવાળા કિરણ મહિડાએ પણ વિદ્યાનો ભાવ નહોતો પૂછ્યો. વિદ્યાને ન મળવું પડે તે માટે કિરણ મહિડા ચાનો ધંધો બંધ કરીને ઘરભેગો થઇ ગયો હતો. ફિલ્મની પ્રસિદ્ધિ માટે કોઇ હિરોઇન મોદીનું નામ કે તેમના દેખાવને વટાવી ખાય તે બાબત યોગ્ય ન હોવાની પ્રતિક્રિયા વિવિધ સ્થાનિક રાજકીય નેતાઓએ ઉગ્રતાથી વ્યક્ત કરી હતી.

ભાજપા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ મામલે તીખી પ્રતિક્રિયા આપી હતી કે, વિદ્યા બાલન પોતાની ફિલ્મના પ્રમોશન માટે દેશના વડા પ્રધાનનો ઉપયોગ કરે તે લાંછનરૂપ ઘટના છે. તે વડોદરા આવશે તો તેને અમે ભગાડી દઇશુ. અને આ પ્રકારે ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરે તે વાજબી નથી. વિદ્યા જો મોદીનો વેશ ધારણ કરી વડોદરા આવશે તો અમે પોલીસ કેસ કરીશું.

વિદ્યા મોદીનો વેશ ધારણ કરી વડોદરામાં ફરશે તે વાતે વિવાદનો વંટોળ ફૂંકાયો હતો એવામાં આજે સવારે વડોદરા એરપોર્ટ પર વિદ્યાનું આગમન થયું ત્યારે તેનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સ્થિતિ જોઇ વિદ્યાએ મોદીનો વેશ ધારણ કરવાનો કાર્યક્રમ પડતો મૂક્યો હતો. એટલું જ નહીં, પત્રકાર પરિષદમાં સવાલોના મારાથી વ્યાકુળ થઇ વિદ્યા ચાલુ કોન્ફરન્સે જ બહાર નીકળી ગઇ હતી. આ ઘટના બાદ બપોરના સમયે વિદ્યા મોદીના સમર્થક તરીકે પ્રસિદ્ધ થયેલા ખંડેરાવ માર્કેટમાં ચાની કીટલીવાળા કિરીટ મહિડાને મળવા નીકળી ત્યારે કિરીટ મહિડા લારી બંધ કરી ચાલ્યો જતાં વિદ્યાને અહીં પણ ધક્કો પડ્યો હતો અને અપમાનનો કડવો ઘૂંટડો પીવો પડ્યો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

l40434y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com