20-October-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મોદીની જાતિ સમૃદ્ધ વણિક નહીં પણ બક્ષી પંચ હેઠળની ‘મોઢ ઘાંચી’જ્ઞાતિ
પછાત જાતિના વિવાદના વંટોળમાં રાજ્ય સરકારે લેખિતમાં સ્પષ્ટતા કરી: મોદી બક્ષી પંચ જાતિના છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ : કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને ટાંકીને કરેલી ટિપ્પણી અને મોદીએ વળતા જવાબમાં કરેલી ટીકાને પગલે પછાત જાતિનો વિવાદનો વંટોળ ઊઠ્યો હતો, જેના ઘેરા પડઘા ગુજરાતમાં પડઘાયા હતા. ગતરોજ કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે અખબારી યાદી બહાર પાડીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બક્ષી પંચ જાતિના (પછાત) જ્ઞાતિના નહીં પણ એક સુખી સમૃદ્ધ જ્ઞાતિના સભ્ય હોવાનું જણાવ્યું હતું. જેના જવાબમાં ગુજરાત ભાજપા સરકારે પણ અખબારી યાદી થકી સ્પષ્ટતા કરી હતી જેને લઇને મોદી પ્રશંસકો અને ભાજપી યુવા કાર્યકરોને આશ્ર્ચર્યનો જબ્બરદસ્ત આંચકો લાગ્યો હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી નીતિનભાઇ પટેલે કરેલી લેખિત સ્પષ્ટતા મુજબ મોદી બક્ષી પંચમાં સમાવિષ્ટ મોઢ ઘાંચી જ્ઞાતિના છે!

મળતી માહિતી મુજબ, ગુજરાતની મોટી ભાગની જનતા આજદિન સુધી મોદી એટલે વણિક કુળ એવું સમજતી આવી છે. ઘણા યુવાઓને મોદી તીવ્ર બુદ્ધિક્ષમતા હોવાથી વણિક જાતિના જ હોવાનું માની રહ્યા હતા ત્યોર આજે ગુજરાત સરકાર દ્વારા જ મોદી બક્ષી પંચ હેઠળની મોઢ ઘાંચી જાતિના હોવાની સ્પષ્ટતા કરતા ખાસ્સી ચકચાર મચી જવા પામી હતી.

પછાત જાતિના વિવાદ સંદર્ભે નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, શક્તિસિંહ ગોહિલને એ જ વાતનો ખ્યાલ નથી કે ૧૯૯૪માં જ્યારે તેઓ પોેતે છબીલદાસ મહેતાની સરકારમાં મંત્રી હતા તે વખતે ૨૫-૭-૧૯૯૪ના રોજ ગુજરાત સરકારે ઘણી પછાત જ્ઞાતિઓ કે જે મંડલ પંચમાં સમાવિષ્ટ હતી, પરંતુ ગુજરાતની બક્ષી પંચ જ્ઞાતિમાં સમાવિષ્ટ નહોતી તેવી ૩૬ જેટલી જ્ઞાતિઓને બક્ષી પંચ અને પછાત વર્ગની જ્ઞાતિઓમાં સમાવેશ કરાઇ હતી. તેમાં અનુક્રમે ૨૫(બી) ઉપર નરેન્દ્ર મોદી જે મોઢ ઘાંચી જ્ઞાતિના સભ્ય છે તે જ્ઞાતિનો બક્ષી પંચ-પછાત વર્ગ જ્ઞાતિઓમાં સમાવેશ કરવામાં આવેલ છે.

નોંધનીય છેકે, શક્તિસિંહ ગોહિલે એવો આક્ષેપ ર્ક્યો હતો કે મોદી વર્ષ ૨૦૦૧માં મુખ્યમંત્રી બન્યા પછી ૧-૧-૨૦૦૨ના રોજ તેમણે ખોટી રીતે તેમની જ્ઞાતિને બક્ષી પંચમાં સમાવી દીધી છે. શક્તિસિંહનો આ આક્ષેપ પણ નર્યું જુઠ્ઠાણું છે. હકીકતમાં ૧૯૯૪માં જ મોઢ ઘાંચી જ્ઞાતિને બક્ષી પંચમાં શામેલ કરાઇ હતી.

અત્યારે જ્યારે સમગ્ર દેશમાં મોદીની અપ્રતિમ લોકચાહના અને પ્રજાનો વિશ્ર્વાસ છે, ત્યારે ગુજરાત કૉંગ્રેસના નેતા ગુજરાતની અને દેશની પ્રજાને ગેરમાર્ગે દોરવા જુઠ્ઠાણું ફેલાવે છે જેને રાજ્ય સરકાર વખોડી કાઢતી હોવાનું નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી.

મોદી બક્ષીપંચ હેઠળની જાતિમાં આવતી હોવાની સરકાર દ્વારા લેખિતમાં સત્તાવાર રીતે જાહેરાત કરાતા ઘણા ભાજપી કાર્યકરોને આશ્ર્ચર્ય થયું હતું. કારણ કે મોટા ભાગના લોકો આજ દિન એ બાબતથી અજાણ રહ્યા છે કે, મોદી બક્ષીપંચમાં સમાવિષ્ટ તેલી મોઢ ઘાંચી જ્ઞાતિના છે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

ff5OuJ74
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com