17-November-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મહારાષ્ટ્રનું સબ્સિડી બજેટ
રૂ. ૫૪૧૭.૨૮ કરોડની ખાધ છતાં વીજ બિલ ઘટાડવા માટે હજારો કરોડની રાહતની જોગવાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આગામી લોકસભા અને વિધાનસભાની પશ્ર્ચાદભૂમિમાં ચાર મહિના માટે રાજ્યનું વચગાળાનું બજેટ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વિધાનસભામાં અને રાજ્ય કક્ષાના નાણાં પ્રધાન રાજેન્દ્ર મુળકે વિધાનપરિષદમાં રજૂ કર્યું હતું. બધા માટે વીજ દરમાં ૨૦ ટકા રાહત માટે અંદાજે ૯,૦૦૦ કરોડની સબ્સિડી, સાત કરોડ નાગરિકોને અન્ન સુરક્ષા આપવા માટે અંદાજે ૨,૫૦૦ કરોડની સબ્સિડી વગેરેની જાહેરાત અજિત પવારે કરી હતી. આમ રૂ. ૫,૪૧૭.૨૮ કરોડની ખાધ છે. બજેટમાં મહેસૂલી આવક ૧,૬૯,૯૦૭.૫૫ કરોડની દેખાડવામાં આવી છે, તેની સામે મહેસૂલી ખર્ચ ૧,૭૫,૩૨૪.૮૩ કરોડનો દેખાડવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે ઘઉં, ચોખા, દાળ અને ત્રણેયના લોટ, ગોળ, હળદર, આમલી વગેરે વસ્તુઓ પર આગામી વર્ષ સુધી ટેક્સ મુક્તિ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આવી જ રીતે ધાણા, મેથી, મરચાં, પાર્સલી, નારિયેળ, પાપડ, ખજૂર, બિયાં વગરની સુકી દ્રાક્ષ અને કિસમિસ, સોલાપુરી ચાદર, ટુવાલ અને ચા પરની હાલની છૂટછાટ ૩૧મી માર્ચ, ૨૦૧૫ સુધી ચાલુ રાખવામાં આવશે.

રાજ્યની પર કેપિટા ઇન્કમ (માથાદીઠ આવક) ૧,૦૫,૪૯૩ થઈ ગઈ છે. રાજ્યનું ઊર્જા ઉત્પાદન ૮૯૪૬૫ મિલ્યન કિલોવોટ/કલાક પર પહોંચ્યું છે. રાજ્યમાં સાક્ષરતાનો દર ૮૨.૯૦ ટકા પર પહોંચ્યો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1riU2tt
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com