2-February-2015

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પોલીસકર્મીને ધમકી આપી ગાળો આપવા બદલ મોડેલની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ફ્લૅટમાં આયોજિત કરાયેલી પાર્ટીમાં મોટા અવાજે વાગી રહેલા સાઉન્ડ સિસ્ટમને બંધ કરાવવા ગયેલા પોલીસકર્મીને ધમકી આપી ગાળો ભાંડવા બદલ મોડેલ કમ અભિનેત્રી અંજુમ નાયરની ઓશિવરા પોલીસે ધરપકડ કરી હતી. ઓશિવરા પોલીસના જણાવ્યા મુજબ અંધેરી પશ્ર્ચિમની સમર્થ આંગન ઈમારતના ૨૦મા માળે આવેલા ફ્લૅટમાં રહેતી મોડેલ અંજુમ નાયરે રવિવારે તેના ફ્લૅટમાં મિત્રો માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટી મોડી રાત સુધી ચાલુ રહી હતી, મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ હતું. સૂત્રોના જણાવ્યા મોટા અવાજે વાગતા મ્યુઝિકથી કંટાળી મધરાત બાદ બે વાગ્યાની આસપાસ પડોશીએ પોલીસ ક્ધટ્રોલ રૂમને જાણ કરી હતી. તાત્કાલિક ઓશિવરા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી નાયરના ફ્લૅટ પર પહોંચ્યા હતા. મ્યુઝિક બંધ કરાવી પોલીસ સ્ટેશનમાં આવવાનું નાયરને કહેવામાં આવતાં તે ઉશ્કેરાઈ ગઈ હતી. કહેવાય છે કે મોડેલ શરાબના નશામાં હતી. એલફેલ બોલી નાયરે પોલીસકર્મીઓને ગાળો ભાંડી હતી તો પોલીસ ખાતાને જોઈ લેવાની ધમકી ઉચ્ચારી હતી. વહેલી સવારે તાબામાં લેવાયેલી નાયરની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Je1G7b4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com