| ગુરુવાર, તા. ૧૭-૫-૨૦૧૨
ઉત્તરાયણ-સૌર ગ્રીષ્મઋતુ
ભારતીય દિનાંક ૨૭, માહે વૈશાખ, શકે ૧૯૩૪
વિક્રમ સંવત ૨૦૬૮, શા. શકે ૧૯૩૪, વૈશાખ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૩૮, માહે વૈશાખ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૦મો દએ, સને ૧૩૮૧
પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૧મો બેહમન, સને ૧૩૮૧
પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે રજો અર્દીબહેશ્ત, સને ૧૩૮૧
મુસ્લિમ રોજ ૨૫, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૩૩
મીસરી રોજ ૨૬, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૩૩
નક્ષત્રઃ રેવતી મધ્યરાત્રિ પછી ક. ૦૩-૨૭ સુધી (તા. ૧૮મી), પછી અશ્વિની.
ચંદ્રઃ મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૦૩-૨૭ સુધી (તા. ૧૮મી), પછી મેષમાં.
ચંદ્ર રાશિ નામાક્ષરઃ મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઇ)
સૂર્યોદય ક. ૬ મિ. ૦૫ સ્ટા. ટા.
સૂર્યાસ્ત ક. ૧૯ મિ. ૦૪ સ્ટા. ટા.
મુંબઇ સમુદ્રમાં ભરતી ઓટઃ
ભરતીઃ સવારે ક. ૧૦-૩૪, રાત્રે ક. ૧૦-૧૨.
ઓટઃ સાંજે ક. ૪-૦૯, મધ્યરાત્રિ પછી ક. ૪-૨૬ (તા. ૧૮મી)
વ્રત પર્વાદિઃ વિક્રમ સંવત ૨૦૬૮, ‘શોભન’નામ સંવત્સર. શાલિવાહન શકે
૧૯૩૪, ‘નંદન’ નામ સંવત્સર ઉત્તરાયણ- સૌર ગ્રીષ્મઋતુ, વૈશાખ કૃષ્ણ- દ્વાદશી, પંચક સમાપ્તિ મધ્યરાત્રિ પછી ક. ૩-૨૭ (તા. ૧૮મી), ગુરુ વૃષભમાં સવારે ક. ૦૯-૩૪.
શુભાશુભ દિન શુદ્ધિઃ શુભ દિવસ.
મુહૂર્ત વિશેષઃ દક્ષિણનો પ્રવાસ દહીં ખાઇ પ્રારંભવો. બુધ પૂજા વિશેષરૂપથી. મહુડાના ઔષધીય પ્રયોગો, શેરડી ખાઇ પ્રયાણ, અગાઉ વાસ્તુ શાંતિ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું. પરદેશગમન, પાઠાત્મક સર્વશાંતિ પૂજા, સંધ્યા સમયે નીકળવું નહીં. નવાં વસ્ત્રો-આભૂષણ પહેરવા, નવાં વાસણો વાપરવા કાઢવા, નવીન યંત્રારંભ, નવાં દસ્તાવેજ બનાવવા, પશુ લે-વેચ, નવીન દુકાન પ્રારંભવી, નવો વેપાર પ્રારંભવો, માલ લેવો, નવી નોકરી પ્રારંભવી, બી વાવવું, ખેતીવાડીના કાર્યો, ધાન્ય ભરવું, સીમંત સંસ્કાર, પ્રયાણ શુભ, બાળકનું નામકરણ, દેવદર્શન, અન્ન-પ્રાશન, ફીચરમાં મંદી, રૂમાં તેજી-મંદી થાય. ‘ૐ પૂષ્ણે નમઃ’ના મંત્રજાપનો મહિમા. ગુરુનો વૃષભ રાશિ પ્રવેશ ધાન્ય ઉત્પાદન સારું થાય. ચાંદી, ઘી, તેલમાં તેજી. અનાજ વગેરેમાં સાધારણ તેજી આવે છે. જનતાને કષ્ટ, રાજવિગ્રહ અને ચોરીનો ઉપદ્રવ વધે તેમ દર્શાવે છે. ખગોળ જ્યોતિષ પ્રમાણે ચંદ્ર મંગળ ક્રાંતિસામ્ય યોગ કરે છે. ચંદ્ર બુધ ક્રાંતિસામ્ય યોગ કરે છે. ચંદ્રનો અસ્ત સાંજે ક. ૪-૧૬ અને ચંદ્ર ઉદય મધ્યરાત્રિ પછી ક. ૩-૫૯ (તા. ૧૮મી)નો છે. ગોચરઃ સૂર્યઃ વૃષભ, મંગળઃ સિંહ, બુધઃ મેષ, ગુરુઃ મેષ/વૃષભ, વક્રી શુક્રઃ વૃષભ, વક્રી શનિઃ કન્યા, રાહુઃ વૃશ્ચિક, કેતુઃ વૃષભ, હર્ષલઃ મીન, નેપચ્યૂનઃ કુંભ, વક્રી પ્લુટોઃ ધનુ.
- પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
-----
આજનાં ચોઘડિયાં
દિવસઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ. રાત્રિઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત. * દિવસનું પહેલું ચોઘડિયું સૂર્યોદયથી દોઢ કલાકનું ગણવું.
|